લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વઝીરગંજ કચેરીમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક વકીલો ઘાયલ થયા છે. પોલીસે સીજેએમ કોર્ટની બહાર ત્રણ જીવતા બોમ્બ પણ જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ વકીલ સંજીવ લોધીને નિશાન બનાવીને આ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. લોધી બાર એસોસિએશનના એક પદાધિકારી પણ છે. આ હુમલામાં તેઓ માંડ માંડ બચી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે. કહેવાય છે કે વકીલોના બે જૂથો વચ્ચે અંગત અદાવતને લઈને આ બોમ્બથી હુમલો થયો છે. અત્રે જણાવવાનું કે લખનઉ કચેરીમાં ચૂંટણી પણ યોજાવવાની છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...